તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં રોષ:બનાસકાંઠામાં ડાર્કઝોન ઊઠ્યો છતાં નવા કનેક્શન ન મળતાં ખેડૂતો ખફા

ભીલડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ સિઝનમાં કપાસની વાવણીમાં મોડા પડતાં ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા જિલ્લામાં ડાર્કઝોન ઉઠાવી લીધા બાદ ખેડૂતોને નવા વિજ કનેકશન આપવામાં આવી રહ્યા છે. જોકે ડીસાના ભીલડી પંથકમાં ખેડૂતોને નવા વીજ કનેક્શન લેવા માટે એસ્ટીમેન્ટની રકમ ભરવા વ્યાજે નાણાં તેમજ જમીન પર લોન લીધી અથવા જમીન ગીરવે મુકી તથા સોનાના દાગીના ગીરવે મુકી તેનું વ્યાજ ભરી રહ્યા છે. પરંતુ વીજ કંપની દ્રારા ઉપકરણો ન હોવાના બહાના બતાવી ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.જેથી ખેડૂતોમાં ભારે રોષ છે. ભીલડી પંથકના ખેડૂતોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ચોમાસુ સિઝન માટે હાલમાં કનેક્શનની જરૂર છે. કપાસના વાવેતરની તૈયારી છે. અમે બોર માટે નવા કનેકશન માંગયા છે.

અન્ય એક ખેડૂત આગેવાનએ જણાવ્યું હતું કે ' ખેડૂત પોતાના ખેતરમાં નવીન બોર બનાવવા ફુવારા સહિત 8લાખથી વધુ ખર્ચો કરીને બોર બનાવે છે. કોઈક દાગીના વેચીને બોર બનાવે છે. અને ઉતર ગુજરાત વિજ કંપનીમાં ખેડૂત પોતાના કનેક્સનનું એસ્ટીમેન્ટ ભરવા તૈયાર હોવા છતા બે મહિના વીતી ગયા છતા ઉતર ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને મટેરિયલ નથી અથવા ડી.પી નથી કેબલ નથી કે મીટર નથી તેવા જવાબ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. અને તાઉત વાવાઝોડામાં સામાન વપરાઇ ગયુ છે. તેનાકારણે અછત ઉભી થઇ છે. તેવો જવાબ ખેડૂતોને આપવામાં આવી રહ્રો છે.

અન્ય સમાચારો પણ છે...