વયનિવૃત:ડીસા સિંચાઈ વિભાગના ડ્રાઇવરનો વિદાય સમારોહ

ડીસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના સામઢી ગામના વતની અને ડીસા સિંચાઈ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ધનજીભાઈ પૂંજાભાઈ ચૌહાણ વયનિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની ફરજ નિષ્ઠા અને મળતાવડા સ્વભાવને બિરદાવી તેમનું નિવૃત્તિ જીવન પણ સુખમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાવવિભોર બનેલા ધનજીભાઈ ચૌહાણે સાથ સહકાર આપનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો.ડો. ભીમરાવ યુવા સંગઠનની ટીમે તેમના ઘરે જઈ ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...