હુમલો:ડીસામાં પ્રેમ લગ્ન કરનાર પુત્રીના ઘર પર પરિવારનો હુમલો,ઘરમાં તોડફોડ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પુત્રીના ઘર પર પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
પુત્રીના ઘર પર પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
  • 15 થી વધુના ટોળું એકાએક ધસી આવી હુમલો કરતાં બેને ઈજા પહોંચી

ડીસાના અમૃતનગર સોસાયટીમાં એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવતી તેમજ સાસરીયા પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડયું હતું. આથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. ડીસાની આશાપુરા સોસાયટીમાં રહેતી દરજી સમાજની યુવતીએ એક વર્ષ અગાઉ માળી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. જો કે થોડા સમય અગાઉ જ યુવતી ડીસા આવતાં તેના પરીવાર દ્વારા યુવતીને સમાધાન કરવાના બહાને ઘરે બોલાવતા હતાં પરંતુ યુવતી તેના માતા-પિતાને ત્યાં ન જતાં તેને ધાકધમકીઓ આપવામાં આવતી હતી.

ત્યારે સોમવારે સવારે પ્રેમ લગ્ન કરનાર યુવતીના માતા-પિતા તેમજ તેમના પરીવારના સભ્યોએ એકાએક ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતી તેમની દિકરીના ઘરે ધસી જઇ પુત્રી તેમજ તેના સાસરીઓ પર હુમલો નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગેની જાણ થતાં જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અંગે ભોગ બનનાર રીન્કુ મેહુલકુમાર માળીએ જણાવ્યું હતું કે ‘પ્રેમ લગ્નની અદાવત રાખી મારા માતા-પિતા ઉપરાંત પરીવારના સભ્યો ધાકધમકી આપે છે. સોમવારે 15 થી વધુના ટોળાએ અમારા ઘરમાં ઘુસી તોડફોડ કરી નુકશાન પહોંચાડયું છે.’

અન્ય સમાચારો પણ છે...