ઉચાપત:ડીસાની કુવારા પાદર મહિલા દૂધ મંડળીમાં 14.89 લાખની ઉચાપત

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી અને કમિટી સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ડીસાની કુવારા પાદર મહિલા દૂધ મંડળીના મંત્રી તેમજ કમિટી સભ્યો દ્વારા પોતાના અંગત હેતુ માટે રૂપિયા 14.89 લાખની ઉચાપત કરી હોવાનું જીલ્લા સહકારી અધિકારીના ઓડીટમાં બહાર આવ્યું છે. જેથી મંત્રી સહિત કમીટી સભ્યો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. ધી કુવારા પાદર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંડળીના મંત્રી તરીકે દિનેશભાઇ ઇશ્વરજી મંડળીની દુધ ખરીદી કરી સભાસદો ને દૂધનું નાણાકીય ચુકવણું કરવું અને બેંકમાં નાણાકીય લેવડ દેવડ કરવા ઉપરાંત દાણ, ઘી, ચા તથા અન્ય ચિજ વસ્તુઓનું ખરીદ વેચાણ અને મંડળીનો રોજમેળ, ડેડસ્ટોક અને દફતર નિભાવવાનુ હોય છે.

ગત તા. 20 થી 25 નવેમ્બર 2020 દરમ્યાન સહકારી મંડળીઓ (દુધ) ના ગ્રેડ-2 ઓડીટર એ.એલ.વામેચા દ્વારા ઓડીટ કરવામાં આવ્યું હતું. ઓડીટ દરમ્યાન દુધ મંડળીના મંત્રી દિનેશભાઇ ડગલાએ 14,89,378 રૂપિયાની ચોખ્ખી નાણાંકીય ઉચાપત કરી અંગત કામમાં વાપરી નાખેલ છે અને મંડળીના કમિટી સભ્યોએ પણ ઉચાપત કરવામાં સરળતા ઉભી કરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે મંત્રી સહિત કમિટી સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...