સહાય:ડીસા રબારી સમાજના નવિન શૈક્ષણિક સંકુલમાં 50 હજારનું શૈક્ષણિક દાન

ડીસા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના સમશેરપુરા ખાતે રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલમાં અદ્યતન સુવિધાસભર શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે. જેમાં ઢેઢાલ ગામના પૂર્વ સરપંચ અને પરીવાર દ્વારા રૂપિયા 50 હજારનું શૈક્ષણિક દાન આપવામાં આવ્યું હતું.

ડીસા તાલુકાના ઢેઢાલ ગામના અને રબારી સમાજના આગેવાન સ્વર્ગસ્થ ભીખાભાઈ રૂપાભાઈ કાલોરના અવસાન પ્રસંગે પરીવાર દ્વારા ગંગા થાળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડીસાના સમશેરપુરા ખાતે એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલમાં ઢેઢાલ ગામના રાણાભાઈ કાલોર, લીલાભાઈ કાલોર, મગનભાઈ કાલોર, જીવાભાઈ કાલોર તેમજ પૂર્વ સરપંચ અને યુવા આગેવાન ભરતભાઈ કાલોર પરીવાર દ્વારા રૂપિયા 3.11 લાખનું અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આથી રવિવારે ગંગા થાળી પ્રસંગે પધારેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, ડીસા માર્કેટયાર્ડના ડીરેકટર ખેતાભાઈ કોલા, બનાસ બેંકના ડિરેક્ટર જીગરભાઈ દેસાઈ, ગોવિંદપુરા (ઢેઢાલ) દુધ મંડળીના ચેરમેન ગોવાભાઈ કોલા, વડાવળના સરપંચ માવજીભાઈ દેસાઈ સહિત સમાજના આગેવાનો અને યુવાનોની ઉપસ્થિતિમાં રૂપિયા 50 હજારનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...