તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકનોલોજી:ડીસાના રાણપુરના ખેડૂતનો ડ્રોનથી દવાનો છંટકાવ

ડીસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીસાના પ્રગતિશીલ ખેડૂત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરે છે. - Divya Bhaskar
ડીસાના પ્રગતિશીલ ખેડૂત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરે છે.
  • ડ્રોનથી દવા, સમય અને પાણીની પણ બચત થશે

ડીસાના એક પ્રગતિશીલ ખેડૂતે ડ્રોનની મદદથી શાકભાજીના પાક પર દવા છાંટવાનું શરૂ કર્યું છે. જેનાથી તેઓને મજૂરીની સાથે સાથે સમય અને પાણીનો પણ બચાવ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી હોવાના લીધે ખેતીમાં પાણીનો ઉપયોગ પણ કરકસરથી કરવામાં આવતો હોય છે.

આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોને સહુથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે છે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જતી હોવાના લીધે ખેડૂતોને મોટું શારીરિક નુકશાન થાય છે અને ખેતરમાં દવાનો છંટકાવની કામગીરીથી ખેડૂતો પરેશાન થઈ ઉઠતાં હોય છે.

ખેતીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી ખૂબ જ પડકાર જનક છે. ડીસાના તાલુકાના રાણપુર ગામના કનવરજી ઠાકોર નામના પ્રગતિશીલ ખેડૂતે ખેડૂતો માટેની આ મુશ્કેલીનો હલ લાવવાનો પ્રયાસ કર્યો અને જે રીતે ડ્રોનની મદદથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થઈ શક્તિ હોય તો ખેતી કેમ ના થઈ શકે તે વિચારને પગલે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો વિચાર લાવ્યો અને અત્યારે આ ખેડૂત તેના ખેતરમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી રહ્યા છે.

કનવરજી ઠાકોરે જણાવ્યુ હતું કે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાનો છંટકાવ ખૂબ જ સારી રીતે થાય છે અને તેમાં પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાની હાનિકારક અસરથી ખેડૂતને રક્ષણ મળે છે. રાણપુર ગામના આ ખેડૂત દ્વારા કરવામાં આવેલા આધુનિક પ્રયાસને નિહાળવા માટે સોમવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા પણ પહોંચી ગયા હતા. તેમનું માનવું છે કે હવે જિલ્લાના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...