હાલાકી:માલગઢમાં નેડીયા ઢાંણીના માર્ગ પર પાણી ભરાતાં વાહનચાલકો,રાહદારીઓ પરેશાન

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્ય રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન. - Divya Bhaskar
મુખ્ય રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન.
  • નીચાણવાળા રોડને ઉચો કરી પાણી ભરાવાની સમસ્યા હલ કરવા સ્થાનિક રહિશોની માંગ

ડીસા તાલુકાના માલગઢ જવાના મુખ્ય રસ્તા પર આવતાં નેડીયા ઢાણી નજીક નીચાણવાળા રોડ પર પાણી ભરાઇ જતાં માલગઢ, કુપટના ગ્રામજનો સહિત વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યાં છે. ગટરનું પાણી પણ રસ્તા પર ફરી વળતાં રોગચાળાની પણ ભિતી સેવાઇ રહી છે.

માલગઢ ગામની નેડીયા ઢાંણી વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર બારેમાસ ઘર વપરાશનું ગંદુ પાણી આ માર્ગ ઉપર ભરાઈ રહે છે. પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોઈ આ સમસ્યા રોજીંદી બની છે. જો કે, ચોમાસા દરમિયાન અહીં સ્થિતિ વિકટ બની જાય છે. સ્થાનિક લોકોને અવર-જવરમાં પણ ભારે મુશ્કેલી ઉભી થાય છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં શાળાએ જતાં નાના બાળકો અને ખેતર કે શહેર તરફ આવતાં સ્થાનિક લોકો પણ મહા મુસીબતે આ માર્ગ પસાર કરે છે. જો કે, રોજીંદી આ સમસ્યા બાબતે સ્થાનિક લોકો દ્વારા સરપંચ સહીત અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત પણ અવાર-નવાર કરવા છતાં પણ આ આજદીન સુધી સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...