તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ડીસામાં સર્વિસ રોડ ઉપર રેતીના થરથી વાહનચાલકોને હાલાકી

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસા નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ રેતીના થર જામ્યા છે. - Divya Bhaskar
ડીસા નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ રેતીના થર જામ્યા છે.
  • હાઇવે ઓથોરિટી દ્વારા રોડની સફાઇ નહીં કરાવતાં અનેક મોટર બાઈકચાલકો સ્લીપ ખાઈ જાય છે

ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ ઉપર રેતીના થર જામી ગયા છે. હાઇવે ઓથોરીટી દ્વારા રોડની સફાઇ ન કરાવતાં અનેક મોટર સાયકલ ચાલકો રેતીમાં સ્લીપ થવાથી અકસ્માતનો ભોગ બન્યાં છે. ડીસા શહેરમાં વારંવાર ઉભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓવરબ્રિજ તૈયાર કર્યો છે.

પરંતુ હાલમાં નાના મોટા તમામ વાહનો ઓવરબ્રિજ નીચે સાઇડમાં આવેલાં સર્વિસ રોડ ઉપરથી પસાર થઇ રહ્યાં છે. ડીસા શહેરના ગાયત્રી મંદિરથી છેક માર્કેટયાર્ડના સુધી સર્વિસ રોડની બન્ને સાઇડોમાં રેતીના થર જામ્યા છે. ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી સર્વિસ રોડ ઉપર વાહનોનો ધસારો જોવા મળી રહ્યો છે.

ત્યારે મોટર સાયકલ તેમજ એકટીવા જેવા નાના વાહન ચાલકોને રોડની સાઇડમાં ચાલવું પડે છે પરંતુ સર્વિસ રોડ ઉપર રેતી પથરાઇ ગઇ છે. જેથી નાના વાહનો સ્લીપ ખાઇ જતાં અકસ્માતનો ભોગ બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડની સાફસફાઇ કરવાની હોય છે પરંતુ તેઓની બેદરકારીના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...