તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન:દાતાઓએ નાણી એરફોર્સની 5 હજાર ગાયો દત્તક લીધી

ડીસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 મહિના સુધી રૂપિયા 15.51 લાખથી વધુનો ઘાસચારો મોકલવાનો નિર્ધાર કર્યો

ડીસા નજીક આવેલ નાણી એરફોર્સ કમ્પાઉન્ડમાં 5 હજાર જેટલા ગાય સહિતના અબોલ પશુઓ વસવાટ કરે છે. ત્યારે વરસાદ ન થતાં ઘાસચારાના અભાવે ટળવળતી ગાયોને બે મહિના સુધી દત્તક લઇ દાતાઓએ દાનની ઝોળી ખોલી રૂપિયા 15.51 લાખનો ઘાસચારો મોકલવાનો સંકલ્પ કર્યો છે. ડીસા સહિત બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ન થતાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે તેમજ બોરવેલમાં પણ પાણીના તળ સતત નીચે જતાં ખેડૂતો સહિત પશુપાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.

ડીસા નજીક આવેલી નાણી એરફોર્સમાં પાંચ હજાર જેટલી ગાય વસવાટ કરે છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ થતાં અબોલ પશુઓને ચાર મહિના સુધી પાણી કે ઘાસચારાની અછત પડતી ન હતી. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ન થતાં અત્યારથી જ અબોલ પશુઓ પાણી અને ઘાસચારા વગર ટળવળી રહ્યાં છે. જેથી નાણી ગામના યુવા સરપંચ પરબતભાઇ દેસાઇ (સરકાર), મોતીભાઇ આલ (કમોડા), નરસિંહભાઇ દેસાઇ (નાણી) અને નરસિંહભાઇ દેસાઇ (ગોઢા) સહિતના યુવાનો સતત ગાયો માટે સોશિયલ મિડીયામાં અપિલ કરી રહ્યાં છે.

આથી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી પી.એન.માળી, હિતુભા જાડેજા, અશ્વિનભાઇ શાહ (સુરત), મનીષભાઈ શાહ (દર્શન) અને નીરવભાઈ ઠક્કર સહિતના દાતાઓએ રવિવારે નાણી એરફોર્સની રૂબરૂ મુલાકાત લઈ સતત બે મહિના સુધી રૂપિયા 15.51 લાખનો ઘાસચારો પુરો પાડવાની નેમ વ્યક્ત કરી હતી.

દાતાઓને નાણી એરફોર્સની મુલાકાત લેવા અપીલ કરાઈ
દુષ્કાળની આફત વચ્ચે નાણી એરફોર્સ વિસ્તારની પાંચ હજારથી વધુ ગાય ખોરાક માટે મુશ્કેલી અનુભવે છે. અવાર નવાર દાતાઓ દ્વારા ઘાસચારો પુરો પાડવામાં આવે છે. પરંતુ દાન કરવા ઇચ્છા ધરાવતા દાનવીરોએ એકવાર અવશ્ય નાણી એરફોર્સની મુલાકાત લઈ અબોલ પશુઓને મદદરૂપ બનવા સરપંચ પરબતભાઇ દેસાઇ (સરકાર) દ્વારા અપિલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...