તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:જુનાડીસાથી વીડી જવાના મુખ્ય રસ્તા પર ગંદકીના ઢગ ખડકાતાં હાલાકી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિડીના સ્થાનિક રહીશોએ જુનાડીસા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી

ડીસા તાલુકાના જુનાડીસા ગ્રામ પંચાયત હસ્તકના વિડી વિસ્તારમાં જવાના મુખ્ય રસ્તા પર ગંદકી અને કચરાના ઢગ ખડકાયા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં રસ્તાની સફાઇ ન થતાં સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયત કચેરીમાં રોષ ઠાલવ્યો હતો.

જુનાડીસાથી વીડી જતો મુખ્ય રસ્તો આઝાદી કાળથી બિસ્માર અને ગંદકીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. આ બાબતે વીડી પરાના લોકોએ જુનાડીસા ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલાં કે કાર્યવાહી ન કરી આંખ આડા કાન કરી રહ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુનાડીસાનું વીડી પરા‌ તરીકે ઓળખાય છે અને આ પરૂ જુનાડીસા ગ્રામ પંચાયતમાં આવતું હોવા છતાં જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા આઝાદી કાળના છ દાયકા વિતવા છતાં હજુ સુધી વીડી પરાને પાકો રસ્તો કે કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી ન હોવાનો પણ ગ્રામજનોએ જુનાડીસા ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપ કરી રોષ ઠાલવ્યો હતો.

હાલમાં વીડીથી જુનાડીસા જતા માર્ગ પર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. વધુમાં જુનાડીસા ગ્રામ પંચાયત કયા કારણોસર વીડી પરાને કોઈપણ જાતની ગ્રાન્ટ ફાળવણી કરતી નથી કે પાકા રસ્તાની સુવિધા કરી આપતી નથી તે અંગે ઉચ્ચતંત્ર દ્વારા તપાસ હાથ ધરી યોગ્ય પગલાં લેવામાં તેવી વીડી પરાના લોકોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...