તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડીસાના રામસણના યુવકને આપઘાત કરવા મજબુર કરનારા બેની અટકાયત

ભીલડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
યુવકને આપઘાત કરવા મજબુર કરનારા બે શખ્સોની અટકાયત કરી હતી. - Divya Bhaskar
યુવકને આપઘાત કરવા મજબુર કરનારા બે શખ્સોની અટકાયત કરી હતી.
 • ભીલડી રેલ્વે પોલીસે બે ફરાર આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા

ડીસા તાલુકાના રામસણ ગામના યુવકને આપઘાત કરવા માટે મજબુર કરનારા તેના સાસરી પક્ષના વ્યકિતઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે ભીલડી રેલવે પોલીસે બે શખ્સોને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

ડીસા તાલુકાના રામસણ ગામના કલ્યાણભાઇ બાબુભાઇ ઠાકોર પોતાની પત્ની સાથે છુટા છેડા લેવા તેમના સસરા તથા સાળા લાખણી તાલુકાના લાલપુર ગામે અગાઉ સમાધાન માટે બોલાવીને ધાકધમકી આપતા રામસણ રેલ્વે ફાટક નજીક પડતું મુકી જીવન ટૂંકાવ્યુ હતું. આ અંગે મૃતકના પિતા બાબુભાઇએ 2 નવેમ્બરના રોજ ભીલડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે ગૂનો નોધ્યો હતો. ગુનાના ફરાર આરોપી પ્રતાપજી કાલુજી ઠાકોર તથા દેવાજી પ્રતાપજી ઠાકોર (રહે. ઘોડાસર તા.થરાદ)ને ધાનેરા તાલુકાના વોડા ગામેથી કોન્સ્ટેબલ ભાવેશભાઇ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ ભાટિયાજીએ ધરપકડ કરીને બન્ને આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો