તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસા શહેરના ગુલબાણી નગરથી આસપાસની 14 થી વધુ સોસાયટીને જોડતો 100 ફુટનો ડીપી રોડ અચાનક જ વિકાસ નક્શામાંથી ગાયબ થઇ જવા પામ્યો છે. આ રસ્તો ખુલ્લો કરાવવા માટે વિવિધ સોસાયટીના 3 હજારથી વધુ રહીશોએ સહી સાથેનું આવેદનપત્ર મુખ્યમંત્રી સહિતને મોકલાવ્યું હોવા છતાં કોઇ જ નિરાકરણ આવ્યું નથી. જ્યારે રેજીમેન્ટ વિસ્તારમાં ગટર તેમજ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના મુદ્દે ચૂંટાયેલા સદસ્યો સામે રોષ ઠાલવી રહ્યાં છે.
આ ઉપરાંત ગુલબાણી નગરમાંથી પસાર થતી મુખ્ય ગટર બેકરી કુવા વ્હોળામાં પહોંચતા નાળા કચરાથી ભરાઇ ઉઠ્યા છે.આથી આખા વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાતાં સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે.જ્યારે નવી પોલીસ લાઇનમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રોડ રસ્તા બનાવ્યા નથી. જેથી ઉડતી ધુળની ડમરીઓથી પોલીસ પરીવાર પરેશાન થઈ ગયો છે.
વોર્ડ નં 2માં સમાવિષ્ટ વિસ્તાર
ડીસાના વોર્ડ નંબર-2માં ગુલબાણી નગર, બેકરી કુવા વ્હોળા, સ્નેહકુંજ સોસાયટી, સમર્પણ સોસાયટી, નવભારત સોસાયટી, પીપાજીનગર, શુકન બંગ્લોઝ, શુભ સોસાયટી, નવી પોલીસ લાઇન, નેમિનાથ નગર, જુના બસ સ્ટેશન, જલારામ મંદિર રોડ, પુષ્પાંજલિ સોસાયટી, દાંતીવાડા કેનાલ કોલોની, રેજીમેન્ટ વિસ્તાર, આદિનાથ સોસાયટી, કિશોર પાર્ક સહિતનો વિસ્તાર.
રસ્તો ખુલ્લો રજૂઆત કરવા છતાં પરિણામ શુન્ય
રસ્તો ખુલ્લો કરાવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા ગુલબાણીનગરથી 14 જેટલી સોસાયટીને જોડતા 100 ફુટના ડીપી રોડને ખુલ્લો કરાવવા માટે સ્થાનિક કક્ષાથી લઇ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પરીસ્થિતિ જૈસે થે છે. - શૈલેષભાઇ રાયગોર, સ્નેહકુંજ સોસાયટીના રહીશ
નક્શામાંથી ડીપી રોડ ગાયબ કરી દેવામાં આવ્યો
ડીપી રોડ વિકાસ નકશામાંથી ગાયબ 1994 ના વિકાસ નકશામાં 100 ફુટનો ડીપી રોડ આવેલો હતો. પરંતુ કેટલાક સત્તાધીશોએ પોતાના સ્વાર્થ અને ભ્રષ્ટાચાર ખાતર નક્શામાંથી ડીપી રોડ ગાયબ કરી દેવામાં આવ્યો છે. - ગોવિંદભાઇ ઠક્કર, સમર્પણ સોસાયટીના રહીશ
ડીપી રોડને પુનઃ વિકાસ નકશામાં મુકવો જોઈએ
વિકાસ નકશામાં ડીપી રોડને મુકવા માંગ ડીસાના સર્વે નંબર 102, 103, 104, 106 અને 141 માંથી પસાર થતો ડીપી રોડ ગાયબ થઇ ગયો છે. જેથી ડીપી રોડને પુનઃ વિકાસ નકશામાં મુકવો જોઈએ. - અરવિંદભાઇ માળી, ગુલબાણી નગરના રહીશ
વિસ્તારમાં જવા માટે મુખ્ય રસ્તાની સમસ્યા
રીક્ષા સિવાય વાહન જઇ શકતું નથી. બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં અનેક પરીવાર વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમાં જવા માટે મુખ્ય રસ્તાની સમસ્યા છે. રસ્તાના અભાવે રીક્ષા સિવાય મોટું વાહન જઇ શકતું નથી. - મુકેશભાઇ શર્મા, બેકરી કુવા વ્હોળા વિસ્તારના રહીશ
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.