તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ડીસા હાઇવે પર ભોયણ અને પેટ્રોલ પંપ નજીક સર્કલ બનાવવા માગણી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય શશીકાંત પંડયાએ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું

ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરના ભોયણ અને રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક સર્કલ બનાવવા માટે માંગ ઉઠી છે. જો કે, ડીસાના ધારાસભ્યએ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બન્ને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ડીસા હાઇવે પર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હાઇવે ઓથોરિટી દ્વારા 222 કરોડના ખર્ચે એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જેથી ગાયત્રી મંદિર, જલારામ મંદિર, દિપક હોટલ તેમજ માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પર થતી ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે પરંતુ ડીસાના ભોયણ અને બનાસ નદીના બ્રિજ તરફ આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્કલ બનાવવાની વાહન ચાલકોએ માંગ કરી છે.

ત્યારે ધારાસભ્ય શશીકાંત પંડયાએ ગુરૂવારે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવી, શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર, નગરપાલિકા સદસ્ય રાજુભાઇ ઠાકોર, હિતેશભાઇ મોઢ સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી ઉભી ન થાય તે માટે સર્કલ બનાવવા માટે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરવામાં આવી છે અને આગામી સમયમાં સર્કલ મુકાશે તેમ ધારાસભ્ય શશીકાંત પંડયાએ જણાવ્યું હતું.

20 વર્ષથી રજૂઆત કરીએ છીએ
ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પરના ભોયણ ગામમાં પ્રવેશવા માટે પાંચ કિ.મી. સુધી રોગ સાઇડમાં ચાલવું પડે છે. નેશનલ હાઇવે ઓથોરિટીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ જ નિરાકરણ આવ્યું નથી. જેથી સત્વરે ભોયણ પાટીયા પાસે સર્કલ બનાવવું જોઇએ તેમ ભોયણના પૂર્વ સરપંચ મફાભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...