તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ડીસામાં ગાંધીચોકથી રિસાલા બજારને જોડતો મુખ્ય માર્ગ પહોળો કરવા માંગ

ડીસા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કરીયાણા મરચન્ટ એસોસિયેશન દ્વારા ના. કલેકટરને રજૂઆત

ડીસામાં ગાંધીચોકથી રિસાલા બજારને જોડતો મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક રહેતાં પહોળો કરવાની વેપારીઓમાં માંગ ઉઠી હતી. જેને લઇ શનિવારે ડીસા કરીયાણા મરચન્ટ એસોસિએશન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. ડીસામાં મુખ્ય બજારમાં ટ્રાફિક પણ મોટા પ્રમાણમાં થાય છે. જેમાં ગાંધીચોક અને રીસાલા બજારને જોડતો તેમજ બ્રાન્ચ શાળા અને કન્યા શાળા વચ્ચેનો માર્ગ જે અગાઉ 15 ફુટ પહોળો હતો પરંતુ સમયાંતરે આ માર્ગ માત્ર 6 ફુટ જેટલો સાંકડો થઇ ગયો છે.

હાલમાં ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશના નેજા હેઠળ વેપારીઓએ સદર બજાર, સોની બજારને જોડતો આ માર્ગ પહોળો કરવા માટે શનિવારે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ બાબતે ડીસા કરિયાણા મરચન્ડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદીએ જણાવ્યું હતું કે ‘ડીસા જિલ્લાનું સેન્ટર હોઈ દિવસ દરમિયાન અનેક લોકો ખરીદી અર્થે આવે છે.

જેથી મુખ્ય બજારમાં ટ્રાફિક પણ રહે છે. માટે કન્યા શાળા નજીકનો માર્ગ સમયાંતરે એકદમ સાંકડો બની જતા અવર-જવરમાં ભારે મુશ્કેલી થાય છે. જોકે હાલમાં કન્યા શાળાનું જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન આ માર્ગ થોડો પહોળો કરવામાં આવે તો રીસાલા બજારથી ગાંધીચોક સુધીનો માર્ગ અતિ ઉપયોગી બની રહેશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. જે માટે આવેદન આપવામાં આવ્યું છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો