રજૂઆત:ડીસામાં બે વર્ષથી બંધ ત્રણ ટ્રેનો પુન: ચાલુ કરવા લોકોની માંગ

ડીસા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસાની ત્રણ ભૂજ, દાદર અને ગાંધીધામ જતી લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી બંધ છે. રેલ સેવા પુનઃ ચાલુ થાય તેવી માંગ ઉઠી છે.

કોરોના મહામારીના નામે ભૂજ-દાદર અને દાદર-ભૂજ એકસપ્રેસ તેમજ પાલનપુર ગાંધીધામ અને ગાંધીધામ-પાલનપુર તથા ભૂજ-પાલનપુર અને પાલનપુર-ભૂજ લોકલ ટ્રેનો લગભગ છેલ્લા બે વર્ષથી બંધ થવા પામેલ છે. ડીસાના યાત્રિકોને સુરત-મુંબઈ જવા માટે સસ્તી અને સુરક્ષિત રેલ સેવા બંધ થઈ જતા અસલામત અને મોંઘી લકઝરી બસોથી આવા-ગમન કરવું પડે છે.

આ બાબતે ડીસા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેન્દ્રભાઈ દોશી અને માનદમંત્રી હસમુખભાઈ વેદલીયાએ વાંરવાર કેન્દ્રીય રેલ મંત્રી અને રેલ અધિકારીઓને લેેખિત રજૂઆત કરી છે તેમ છતાં રેલ સેવા ચાલુ થતી નથી. આથી બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા રેલ સેવા પુનઃ ચાલુ કરાવે તેવો જનમત પ્રવર્તે છે.

અન્ય સમાચારો પણ છે...