જૈન સમાજના તીર્થધામ શંખેશ્વર સુધી ડીસા-સમી બસને લંબાવવા માટે જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. જો આ બસ સેવા શરૂ થાય તો યાત્રાળુઓને આર્થિક બચતની સાથે સમયની પણ બચત થઈ શકે તેમ છે.
ડીસાથી સમી જતી લોકલ બસને માત્ર 22 કિલો મીટર દુર આવેલ શંખેશ્વર સુધી લંબાવવા માટે જાગૃત નાગરીકે ગુજરાત રાજ્યના માર્ગ-મકાન અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીને રજૂઆત કરેલ છે. મંત્રાલય તરફથી આ બાબતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમને યોગ્ય કરવા ભલામણા પણ કરેલ છે. આ બાબતે ડીસા ડેપો મેનેજર અને વિભાગીય અધિકારી (પાલનપુર) યોગ્ય કરે તો ડીસા વિભાગના જૈન યાત્રિકોને શંખેશ્વર યાત્રાધામની યાત્રા સુલભ બની શકે તેમ છે.
શંખેશ્વરથી ડીસા તરફ આવવા માટે હાલમાં સાંજે જ બસ સેવા મળે છે. જો આ બસને શંખેશ્વર સુધી લંબાવવામાં આવે તો વઢીયાર પંથકમાં સામજીક પ્રસંગે આવા- ગમનમાં સુવિધા વધી શકે તેમ વેપારી હસમુખભાઈ વેદલીયાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.