તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:મધ્યપ્રદેશમાં હત્યાકાંડના આરોપીને ફાંસીની સજા આપવા માંગણી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદમાં આવેદનપત્ર અપાયું - Divya Bhaskar
થરાદમાં આવેદનપત્ર અપાયું
  • આદિવાસી સમાજે ડીસા અને થરાદમાં આવેદન આપ્યું

મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાના નેમાવર ખાતે આદિવાસી સમાજના એક જ પરિવારના પાંચ સદસ્યો 5 લોકોની કરપીણ હત્યા કરી આઠ ફૂટ જમીનમાં દાટી દેવાયા હતા. આ હત્યાકાંડને લઈને દેશમાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપ સાથે દેશમાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

ડીસામાં આવેદનપત્ર અપાયું
ડીસામાં આવેદનપત્ર અપાયું

શનિવારે ડીસાના એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસા નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પીડિત પરિવારને ન્યાય મળે તેમજ હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી તેમજ આવી ઘટના અન્ય સમાજમાં ન ઘટે તેવી ઉગ્ર રાજુઆત કરી હતી તેમ આદિવાસી સમાજના આગેવાન ઈશ્વરભાઈ ડામોરએ જણાવ્યું હતું. શુક્રવારે થરાદ ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...