ગ્રામજનોમાં રોષ:ડીસાના ધનાવાડાથી ટેટોડા સુધીનો અધુરો મુકલો રોડ પુરો કરવા માંગ

ડીસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેટોડાની હદ સુધી રોડ બન્યા બાદ અધુરો રહેતા ગ્રામજનોમાં રોષ

ડીસા તાલુકાના ટેટોડાથી ધનાવાડા સુધીનો રોડ મંજૂર થયો હતો પરંતુ તંત્ર દ્વારા ટેટોડાની હદ સુધી રોડ બનાવીને અધુરો છોડી દેવામાં આવ્યો છે. જેથી ધનાવાડાના ગ્રામજનોએ અધુરા રોડની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે.

ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ડીસા તાલુકાના ટેટોડાથી ધનાવાડા સુધીનો પાકો રોડ મંજૂર કર્યો હતો. જેથી ગત તા.6 નવેમ્બર-2020 ના રોજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ટેટોડાથી ધનાવાડા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું. માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રોડની કામગીરી તો શરૂ કરી હતી પરંતુ ધનાવાડા ગામ સુધી બનાવવાની જગ્યાએ ટેટોડાની હદ સુધી બનાવી અધુરો છોડયો હતો.

આ અંગે ધનાવાડાના દિનેશ નીલાભાઇ દેસાઇએ જણાવ્યું કે ‘ટેટોડાથી ધનાવાડા સુધીનો રોડ મંજૂર થયો હતો પરંતુ કોઈ કારણોસર રસ્તો બનાવવાનો અધુરો રાખ્યો છે.હાઇસ્કુલ અને સરકારી દવાખાનું પણ ટેટોટોમાં આવેલ હોઇ રસ્તાના અભાવે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યાં છે. જેથી તંત્ર દ્વારા સત્વરે રોડની કામગીરી પુરી કરવી જોઈએ.