પરેશાની:મોટાકાપરામાં પ્રા.શાળા પાસે બસ સ્ટોપ આપવા માંગ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા-થરાદ હાઇવે પરના મોટાકાપરા સ્થિત શ્રી વી.ડી.દેસાઇ પ્રાથમિક શાળા નજીક બસ સ્ટોપ ના અભાવે વિદ્યાર્થી ભાઇ-બહેનો પરેશાની ભોગવી રહ્યાં છે. આથી સ્થાનિક રહીશો દ્વારા શાળા નજીક બસ સ્ટોપ ફાળવવા એસટી વિભાગ ને રજૂઆત કરવામાં આવી છે.

લાખણી તાલુકાના મોટા કાપરા ગામે થરાદ હાઇવે પર શ્રી વી.ડી.દેસાઇ પ્રાથમિક શાળા આવેલી છે. જે મોટા કાપરા બસ સ્ટેશનથી 1.5 કિ.મી. અને ગોઢા બસ સ્ટેશનથી 3.5 કિ.મી. અંતર આવેલું છે. આ પ્રાથમિક શાળામાં મોટા કાપરા ઉપરાંત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે પરંતુ શાળા નજીક બસ સ્ટોપ ન હોવાથી દુરદુર સુધી ચાલીને આવવું પડતું હોવાથી સમયની પરેશાની ભોગવી રહ્યાં છે. આ અંગે શાળા પરીવાર દ્વારા પણ બસ સ્ટોપ ફાળવવા માટે એસટી વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી છે.

આ અંગે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના કારોબારી સદસ્ય લીલાભાઇ દેસાઇ (નાણી) એ જણાવ્યું કે મોટાકાપરાની શાળા નજીક બસ સ્ટોપની જરૂરિયાત છે. બસ સ્ટોપના અભાવે વિદ્યાર્થીઓને દુર દુર સુધી ચાલવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...