માંગ:ડીસાનું ફાગુદ્રાના રોડ પર પાણી ભરાતાં ગામ સંપર્ક વિહોણુ

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

24 કલાકમાં વરસાદી ઝાપટા થતા દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે દોઢ ઇંચ વરસાદમાં જ શહેરના નિચાણવાળા વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. તો એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પરથી પસાર થતા વહેણની જગ્યાએ પુલ ન બનવાને કારણે તાલુકાનું ફાગુદ્રા ગામ સંપર્ક વિહોણુ બન્યું હતું. જો કે ચોમાસાથી રૂતુમાં આ પરિસ્થીતીથી ત્રસ્ત થયેલા લોકોએ અવારનવાર સાંસદ, ધારાસભ્ય સુધી મૌખીક રજૂઆતો કરવા છતા ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ ભભુક્યો છે. જો કે આ અંગે ગામના ડેપ્યુટી સરપંચે ગામની આ પરિસ્થીતીનો હલ લાવવા તંત્ર પાસે માંગ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...