તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ડીસાની શ્રીનગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકનો ગળે ફાંસો ખાઇ આપઘાત

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ડીસાની શ્રીનગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકે શુક્રવારે ધાબા ઉપર આવેલી ઓરડીમાં ઓઢણી વડે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતાં ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ડીસાની શ્રીનગર સોસાયટીમાં રહેતાં રઘુવીર ચેતરામ બધેલ કલરકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેથી તેઓને ત્યાં ઉત્તર પ્રદેશના ધનોરાનો શેરસીગ (પવન) બલ્લુરામ બધેલ મજુરી માટે આવેલો હતો પરંતુ શુક્રવારે અચાનક જ તેણે ધાબા ઉપર આવેલી ઓરડીમાં જઇ ઓઢણી વડે ગળે ફાસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું.

જો કે, મૃતક યુવકે જે મકાનમાં મકાન માલિક રહે છે તે ઘરને બહારથી બંધ કરી દીધું હતું. મકાન માલિકે બુમો પાડતાં પડોશમાં રહેતાં પરીવારે દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ મકાન માલિક રઘુવીર બધેલ ધાબા પર તપાસ કરતાં ઓરડીમાં અંદરથી દરવાજો બંધ કરી ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના હે.કો. ઇન્દ્રજીતસિંહ સહિત સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી.લાશને ડીસા સિવિલમાં પીએમ અર્થે ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...