તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલના 7 ખેલાડીની રાષ્ટ્રીયકક્ષાनએ પસંદગી

ડીસા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 8 દિવસ સુધી હરીયાણા અને ઝારખંડ ખાતે 26 ટીમો ભાગ લેશે

1 એપ્રિલથી હરીયાણા અને ઝારખંડ ખાતે રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધા યોજાઇ રહી છે. જેમાં ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલના સાત ખેલાડીઓની પસંદગી થઇ છે.

હોકી ઇન્ડિયા દ્વારા સબ જુનિયર ભાઇઓ અને બહેનોની હોકી ટુર્નામેન્ટ ઝારખંડ અને હરીયાણા ખાતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 26 ટીમ ભાગ લેનાર છે. જેમાં ગુજરાત હોકી ટીમમાં ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલના સ્પોર્ટસ શિક્ષક (કોચ) રાહુલભાઇ પરમારની મહેનત અને અથાગ પરીશ્રમથી સાત ખેલાડીઓની નેશનલ કક્ષાએ પસંદગી થઇ છે. આથી સરદાર પટેલ હાઇસ્કુલના આચાર્ય એન.જે. ખરસાણ તેમજ ટ્રસ્ટી ટી.જે.પટેલ સહિત શાળા પરીવાર દ્વારા કોચ રાહુલભાઇ પરમાર અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

પસંદગી પામેલ ખેલાડીઓ
1. નિકિતા પ્રજાપતિ
2. મમતા ખત્રી
3. ક્રિનલ સુદ્રાસણા
4. ધવલ ગેલોત
5. કાવ્ય ટાંક
6. હિરલ પઢિયાર
7. સુહાની ગાલવા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો