તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:ડીસાની નાંણી ગૌશાળાની 1400 ગાયો ખરવાના રોગમાં સપડાઇ

ડીસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંદુ સંગઠન અને ગૌ સેવા સમિતિ દ્વારા સારવાર હાથ ધરાઇ

ડીસાની નાંણી ગૌશાળામાં આશ્રય લઇ રહેલી 1400 જેટલી ગાયો ખરવા વલોના રોગચાળામાં સપડાતાં જીવદયાપ્રેમીઓ તેમની વ્હારે આવ્યા છે. જ્યાં ડીસાના હિંદુ યુવા સંગઠન અને ગૌ સેવા સમિતિ દ્વારા રૂબરૂ જઇ ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના તાલુકા સેન્ટરો તેમજ અંતરીયાળ ગામડાઓમાં ગૌશાળા - પાંજરાપોળો આવેલી છે. જ્યાં અશકત અને બિમાર ગાયોને રાખવામાં આવે છે. જ્યાં ડીસાના નાંણી ખાતે આવેલી ગૌશાળામાં રાખવામાં આવેલી ગાયોમાં ખરવા વલોનો રોગચાળો પ્રસર્યો છે. આ અંગે હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, સેવાભાવી અલ્પેશભાઇએ ફોન દ્વારા કહ્યુ હતુ કે, 1400 જેટલી ગાયો રોગચાળામાં સપડાઇ છે. જેનાથી તેઓ ઘાસચારો આરોગી શકતી નથી. તેમજ મોઢામાંથી ફીણ આવે છે.

બે થી ત્રણ દિવસમાં ગાયનું મૃત્યુ થાય છે. આથી અમો ગૌ સેવક રમેશભાઇ ઠક્કર, કરણભાઇ ચૌધરી, ઉત્તમભાઇ જોષી, ઘનશ્યામભાઇ સોની, રઘુભાઇ સાથે સ્થળ ઉપર જઇ રાજપુર કુંડનું પાણી, રાખ સહિતનો દેશી ઉપચાર કર્યો છે. જે કારગત નિવડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો