તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:ડીસાના 15 કોલ્ડસ્ટોરેજ સંચાલકો લોન ન ભરતાં બેંક દ્વારા નોટિસ ફટકરાતાં રોષ

ડીસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા બટાકાનો નિકાલ ન થાય ત્યાં સુધી કાર્યવાહી ન કરવા ખેડૂતો ની માંગ,ડીસાના ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

ડીસા પંથકમાં બટાકાનો સંગ્રહ કરતા 15 જેટલાં કોલ્ડ સ્ટોરેજના લોન ખાતા એન પી એ થતા બેંક દ્વારા સીલ મારવાની નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ કોલ્ડસ્ટોરેજમાં ખેડૂતોનો માલ પડ્યો હોઇ નિકાલ ન થાય ત્યાં સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવે તે માટે મંગળવારે ડીસાના ખેડૂતો એ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જો બેન્કો દ્વારા જોહુકમી કરવામાં આવશે તો ખેડૂતો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી.આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતા એન પી એ થતા બેન્કો દ્વારા હવે કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતા મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે જ્યારે બીજી તરફ જે સ્ટોર માં બટાટા મૂકવામાં આવ્યા છે એવા પણ કેટલાક ને બેંક દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળતા સ્ટોરેજમાં જે ખેડૂતોના બટાટા પડ્યા છે તેવા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

એક તરફ વારંવાર મંદીને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે તો બીજી તરફ હવે સ્ટોરેજ માં બટાટા પડ્યા હોય અને બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ થાય તેવી સ્થિતિ સર્જાશે.વળી અત્યારે ગરમીની સિઝનમાં અને જો બટાટા ટ્રાન્સફર કરવામાં આવે તો પણ બટાટા બગડી જવાની સંભાવના વધી જાય છે. જેથી મંગળવારે ડીસાના ખેડૂતોએ નાયબ કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.

10 થી 15 કોલ્ડસ્ટોરેજ એનપીએ થયેલ છે
ડીસામાં અંદાજિત 10 થી15 કોલ્ડસ્ટોરેજ એવા છે જેઓએ માંગ કરી છે કે તેમને રાહત આપવામાં આવે અને ડિસેમ્બર મહિના સુધી તેમની સામે કાર્યવાહી અટકાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો