અકસ્માત:ડીસા-થરાદ હાઇવે પર સામસામે કાર અને ટ્રક ટકરાતાં ડીસાના યુવકનું મોત, ડીસાના યુવક થરાદથી પરત ફરતા ચિત્રોડા નજીક અકસ્માત નડ્યો

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ ખાતે ટેક્ષ પ્રેકટીસ (વકીલાત)ની ઓફીસ ધરાવતા ડીસાના આશાસ્પદ યુવાનને બુધવારે મોડી સાંજે ચિત્રોડા નજીક અકસ્માત નડતાં કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. 

ડીસા શહેરના ગાયત્રી મંદિર પાછળ આવેલ રામનગરમાં રહેતાં અને થરાદ ખાતે ટેક્ષ પ્રેક્ટીસ (વકીલાત) કરતાં નિકુંજકુમાર દિનેશભાઇ વ્યાસ (ઉં.વ.31) બુધવારે મોડી સાંજે થરાદથી પોતાની જીજે-08-ડી-9938અલ્ટો કારમાં ડીસા આવી રહ્યાં હતાં. જે દરમ્યાન ડીસા-થરાદ હાઇવે પરના ચિત્રોડા નજીક ડીસા તરફથી આવી રહેલ જીજે-08-એયુ-0584 નંબરની ટ્રકના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હકારી અલ્ટો કારને ટકકર મારતાં નિકુંજ વ્યાસનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જો કે, ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો છે. આ અંગે મૃતકના કાકા જગદીશકુમાર મણીલાલ વ્યાસે આગથળા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. આર.એસ.ખરાડી ચલાવી રહ્યાં છે. 

અન્ય સમાચારો પણ છે...