હાલાકી:ડીસા RTO ચાર રસ્તા પાસે હાઇવે પર રેતી ઠાલવી દેતા હાલાકી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રને જાણ કરવા છતાં કોઇ પગલાં લેવાયા નથી

ડીસાના આરટીઓ ચાર રસ્તા નજીક આવેલ નેશનલ હાઇવે પર કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે રેતી ભરેલું ડમ્પર હાઇવે પર ઠાલવી દેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રને જાણ કરવા છતાં પણ ાર દિવસ થવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

ડીસા-આખોલ ચાર રસ્તા પાસે આવેલ નેશનલ હાઈવે પર ચાર દિવસ અગાઉ અજાણ્યા ડમ્પર ચાલકે આખું ડમ્પર ભરેલ રેતી રોડ પર ઠાલવી દેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અડધો રોડ બંધ હોવાથી ટ્રાફિકજામના પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે તેમજ રસ્તા પર રેતી ઠાલવી દેતા રેતીના કારણે કેટલાક બાઇક ચાલકો સ્લીપ ખાઇ પડવાની ઘટનાઓ પણ બનવા પામી છે. સ્થાનિક તંત્રને પણ જાણ કરવા છતાં હજુ સુધી કોઈજ કાર્યવાહી ન થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ જો રેતી તાત્કાલિક ધોરણે નહિ દૂર કરવામાં આવે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...