અકસ્માત:ડીસા આરટીઓ ચાર રસ્તા પરથી સામાન ભરી જતું ટ્રેક્ટર પલટ્યું,જાનહાનિ ટળી

ડીસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરવા છતાં ખાડા પુરાતા નથી

ડીસા આરટીઓ ચાર રસ્તા પરથી માલ સામાન ભરી પસાર થતું ટ્રેક્ટર પલટી જતાં દોડધામ મચી હતી. ડીસા તાલુકાના આખોલ મોટી ગ્રામ પંચાયત હસ્તકમાં આવેલ આરટીઓ ચાર રસ્તા પર ડીસાથી ધાનેરા, ડીસાથી થરાદ, ડીસાથી રાધનપુર તેમજ આરટીઓ ચાર રસ્તાથી પાલનપુર તરફ જવા માટે દિવસભર હજારો વાહનોની અવરજવર રહે છે.

નેશનલ હાઈવે ઓથોરીટીની બેદરકારીના લીધે ચાર રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. ખાડાઓ પુરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને લેખિત રજૂઆત છતાં નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે ડીસાથી પશુ આહાર તેમજ કરીયાણાનો માલસામાન ભરીને જતું ટ્રેક્ટર ખાડામાં પડી જતાં પલટી ખાઇ જતાં માલસામાન વેરવિખેર થઇ ગયો હતો. જો કે, કોઈ જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...