તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:નહીં રહ્યા ભરતભાઈ, 40 વર્ષમાં 1 લાખ પશુઓનાં જીવ બચાવ્યા, એક કૂતરાને બચાવવા જતાં કાર અકસ્માતમાં મોત

ડીસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ હતી. - Divya Bhaskar
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ હતી.
 • ડીસાના જીવદયાપ્રેમીની પજેરોનો રાજસ્થાનના ઝાલોરમાં અકસ્માત, ત્રણનાં મોત

રાજસ્થાનના ઝાલોર નજીક શનિવારે સવારે કૂતરાને બચાવવા જતાં પજેરો કાર ઝાડ સાથે ટકરાઈ દીવાલને અથડાતાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી સહિત ત્રણ જૈન દાનવીરના ઘટના સ્થળેજ મોતથી ડીસા સહિત જિલ્લાભરમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ હતી. અકસ્માતમાં ભરતભાઈ કોઠારી, વિમલભાઈ બોથરા અને રાકેશ ધારીવાલને ગંભીર ઈજા પહોંચતાં તેમનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.

અકસ્માતમાં મૃત્યુ પામેલા વિમલ બોથરા, ભરત કોઠારી અને રાકેશ ધારીવાલ
અકસ્માતમાં મૃત્યુ પામેલા વિમલ બોથરા, ભરત કોઠારી અને રાકેશ ધારીવાલ

અચાનક કૂતરું આવી જતા કાર ઝાડ સાથે અથડાઈ
ડીસા સહિત ગુજરાતભરમાં જીવદયાનું કામ કરતાં અને ભારતભરના જૈનોમાં “જીવદયા પ્રેમી” ના હુલામણા નામથી ઓળખાતાં ભરતભાઇ અમૃતલાલ કોઠારી (શાહ) પોતાના મિત્રો સાથે રાજસ્થાનના ઝાલોર નજીક આવેલ માંડવલા જૈન મંદિરમાં દર્શનાર્થે જતા અચાનક જ રસ્તામાં કુતરૂ આવી જતાં કાર ઝાડ સાથે ટકરાઈ દીવાલ સાથે અથડાઈ હતી. આથી કારમાં સવાર ભરતભાઇ અમૃતલાલ કોઠારી, વિમલકુમાર કેવળભાઇ બોથરા અને રાકેશભાઇ અશોકભાઇ ધારીવાલનું મોત નીપજ્યું હતુ. જયારે કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થતાં જાલોર ની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જોધપુર ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

ત્રણ જૈન શ્રેષ્ઠીઓના મોતના સમાચાર મળતા જ દોડી આવેલા જૈન સમાજના આગેવાનો.
ત્રણ જૈન શ્રેષ્ઠીઓના મોતના સમાચાર મળતા જ દોડી આવેલા જૈન સમાજના આગેવાનો.

જૈન સમાજમાં શોકની લાગણી છવાઈ
આ અંગેની વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે જાલોર બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક પુરપાટ ઝડપે જતી કાર કૂતરાને બચાવવા જતા રોડ સાઈડ થી ઉતરી ને ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કરવામાં આવ્યા છે .અકસ્માતની જાણ થતાં જ ડીસા જૈન સંઘના પ્રમુખ દિનેશભાઇ શાહ, હસમુખભાઇ વેદલીયા, મીઠાલાલ શાહ, હિતેશભાઇ શાહ, લલીતભાઇ દોશી, નવિનભાઇ વિરવાડીયા, કિશોરભાઇ દવે, હિરેનભાઇ કાકરેચા, ગંગારામભાઇ પોપટ, હિનાબેન ઠક્કર, જગદીશ માળી સહિત જૈન સમાજના આગેવાનો એકત્ર થઇ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

અનેક પશુઓને કતલખાને જતા અટકાવ્યાં
ભરતભાઈ છેલ્લાં 40 વર્ષ ઉપરાંતના સમયથી અબોલ જીવોને બચાવવાનું કામ કરતાં હતાં. તેઓએ અત્યાર સુધીમાં એક લાખથી વધુ ગાય, ભેસ, ઘેટા, બકરા જેવા અબોલ પશુઓને કતલખાને જતાં અટકાવી ને નવુ જીવન આપ્યું છે. જયારે ડીસાના અગ્રણી વેપારી વિમલભાઇ કેવળભાઇ બોથરા (શાહ) અને રાકેશભાઇ અશોકભાઇ ધારીવાલ પણ છેલ્લાં ઘણા સમયથી ભરતભાઇ કોઠારી સાથે અબોલ જીવો માટે દાન એકત્રીકરણ કામગીરીમાં રાતદીવસ સાથ સહકાર આપતાં હતાં. અબોલ જીવોની રક્ષા કરવા તેમણે જાત ઘસી નાખી હતી. તેઓના અવસાનથી જૈન સમાજ અને રાજપુર પાંજરાપોળને જીવનભર ખોટ વર્તાશે.

અમારા હાથ-પગ તુટી ગયા
ડીસાની રાજપુર પાંજરાપોળ માં નવ હજારથી વધુ અબોલ જીવોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. કોરોનાની મહામારી દરમ્યાન દાનની આવક ઘટી જવા છતાં ભરતભાઇ કોઠારી દાન માટે ઝઝુમી રહ્યાં હતાં. ભરતભાઇ ના નિધનથી અમારા હાથ પગ તુટી ગયા છે તેમ સાથે કામ કરનાર જગદીશભાઇ સોલંકી (માળી) એ જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદી અને પ્રતિભા પાટીલે આપ્યો હતો જીવદયાનો એવોર્ડ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જીવદયાનું કામ કરવા બદલ વર્ષ 2001મા અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા પણ ભરતભાઇ કોઠારીનું જીવદયા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું તેમ પાંજરાપોળ ટ્રસ્ટી હસમુખભાઇ વેદલીયા એ જણાવ્યું હતું.

અનેક લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં
રાજસ્થાનના ઝાલોર નજીક ભરતભાઈ કોઠારી સહિત ત્રણ વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત નિપજયાના સમાચાર સોસ્યલ મીડિયામાં જોવા મળતાં જૈન સમાજના અનેક લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા.

ડીસાએ ત્રણ અનમોલ રત્ન ગુમાવ્યાં
વર્ષોથી જીવદયા નું કામ કરતાં જીવદયા કાર્યકર ભરતભાઇ કોઠારી તેમજ ડીસા માર્કેટયાર્ડના વેપારી વિમલભાઇ શાહ અને રાકેશભાઇ ધારીવાલના અવસાનથી ડીસાએ ત્રણ અનમોલ રત્ન ગુમાવ્યા છે તેમ ડીસા સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું.

ત્રણેયની આજીવન ખોટ વર્તાશે
અબોલ જીવોની રક્ષા કરતાં ભરતભાઇ કોઠારી તેમજ સાથી સદસ્ય વિમલભાઇ શાહ અને રાકેશભાઇ ધારીવાલે જીવન ઘસી નાખ્યું છે. તેઓના અવસાન થી જૈન સમાજ અને રાજપુર પાંજરાપોળ ને જીવનભર ખોટ વર્તાશે છે તેમ જૈન સમાજના અગ્રણી હસમુખભાઇ વેદલીયા એ જણાવ્યું હતું.

રાત-દિવસ જીવદયાનું કામ કરતાં
ડીસા શહેર માટે આજનો દિવસ ખુબ જ દુઃખ દાયક રહ્યો છે. અબોલ જીવો માટે કામ કરતાં ત્રણ વિરલાઓની અણધારી વિદાય થી આખું શહેર શોકમાં ગરકાવ થઇ ગયું છે તેમ યુવા ધારાશાસ્ત્રી અને લાયન્સ કલબ ડીસાના પ્રમુખ હિતેશભાઇ શાહે જણાવ્યું હતું.

જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીના અવસાન નિમિત્તે 27 ડિસેમ્બરે લાખણી બજાર બંધ રહેશે. ભરતભાઈના અવસાનને લઈને લાખણી ગ્રામ પંચાયત ખાતે તમામ વેપારી મંડળોની બેઠક યોજાઇ જેમાં સર્વાનુમતે લાખણી બજાર જડબેસલાક બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેમજ ભરતભાઈને શ્રદ્ધાંજલિ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો