તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ડીસા શહેર ભાજપની કારોબારી અને મોરચાના પદાધિકારીનો બનાવટી નિમણૂંક લેટર વાયરલ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપ દ્વારા કોઇ જ નિમણૂંક ન કરાઇ હોવાની સ્પષ્ટતા

ડીસા શહેર ભાજપની કારોબારી તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ ની નિમણુંક અંગેનો પત્ર સોશિયલ મિડીયામાં વાયરલ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, શહેર ભાજપ દ્વારા આવી કોઇ જ નિમણૂંક ન કરાઇ હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રતિકભાઇ પઢિયાર તેમજ મહામંત્રી તરીકે હકમાજી જોષી અને રાકેશભાઇ પટેલની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ શહેર ભાજપ દ્વારા નવિન કારોબારી અને વિવિધ મોરચાના પદાધિકારીઓની નિમણુંક બાકી હતી.

જો કે, ગુરૂવારે મોડી સાંજે અચાનક જ સોશિયલ મિડીયામાં શહેર ભાજપના હોદેદારો અને વિવિધ સેલ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક અંગેનો લેટર વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો હતો. શહેર કારોબારી અને મોરચામાં નામ આવતાં જ સોશિયલ મિડીયામાં શુભેચ્છાઓની આપ-લે શરૂ થઇ હતી. તો બીજી તરફ સ્થાન ન મળતાં કેટલાંક કાર્યકરોએ અવગણના થતી હોવાનો ગણગણાટ પણ શરૂ થયો હતો.

આ અંગે ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક પઢિયારએ જણાવ્યું હતું કે, શહેર ભાજપના હોદેદારોની કોઇ જ નિમણુંક કરવામાં આવી નથી. જીલ્લા સંગઠન સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નિમણુંક કરવામાં આવશે. સોસયલ મિડીયામાં કોઇ વ્યક્તિએ ડુપ્લીકેટ સહીથી લેટર બનાવી આવું કૃત્ય કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...