તૈયારીઓ:ડીસામાં ગરબા આયોજકોનો નિર્ણય વેક્સિન નહીં તો પ્રવેશ પર પાબંદી

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિને લઈ શેરી ગરબાઓને લઇ તડામાર તૈયારીઓ શરૂ

શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રીના તહેવારની શરૂઆત થવા આડે ત્રણ દિવસ બાકી રહ્યાં છે ત્યારે કોરોના વચ્ચે આ વખતે શેરી ગરબાના આયોજકો દ્વારા શેરી ગરબામાં પ્રવેશ કરવા માટે વેક્સિનને ફરજિયાત બનાવી દીધી છે. અને વેક્સિન લીધા વગરના લોકોને ગરબામાં પ્રવેશ ના આપવાની જાહેરાત કરાઈ છે.

ડીસા શહેરમાં શેરી ગરબાના સંચાલકોએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. ડીસામાં વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરતાં આયોજકો જણાવી રહ્યા છે કે નવરાત્રિ દરમ્યાન માતાજીની ભક્તિ અને ગરબે ઘુમવા આવતી બહેનોએ ફરજિયાત કોરોના વિરોધી વેક્સિન લેવી પડશે. જેમને વેક્સિન નહીં લીધી હોય તેવી બહેનોને માતાજીનાં ગરબા દરમિયાન ચાચર ચોકમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...