નશાબંધી સપ્તાહની ઉજવણી:ડીસામાં નશાબંધી સપ્તાહ અંતર્ગત વ્યસનનો ત્યાગ કરવા સંકલ્પ કરાયો

ડીસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઇ

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા રવિવારે ડીસા ખાતે નશાબંધી પ્રચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે લોકોને નશાનો ત્યાગ કરાવવા માટે સંકલ્પ પણ લેવડાવાયા હતા. નશાબંધી વિભાગ દ્વારા દર વર્ષે 2 થી 9 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ડીસા ખાતે પણ નશાબંધી વિભાગ દ્વારા ડીસા નગરપાલિકા હોલમાં નશાબંધી સપ્તાહ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓએ નશાબંધીની આડઅસરો વિષે ઉપસ્થિત લોકોને જાણકારી આપી હતી.

આજના દિવસે લોકોને વિવિધ નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. લોકોને વ્યસન ના કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં નશાબંધી વિભાગના નિયામક સુનિલકુમાર,બનાસકાંઠના પી.આઈ. એન.ડી.દેવાણી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ડીસા તાલુકા પંચાયત પ્રમુખ જીજાબેન ઠાકોર, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...