ડીસા પાસે આવેલા લાખણી નગરમાં વર્ષીતપ પારણોત્સવનાં ત્રિદિવસીય આયોજનનો વૈશાખ સુદ-2 તા.2 મે-22થી સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સિદ્ધહસ્તલેખક પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક શિષ્યરત્ન યુવા પરિવર્તક પ્રવચનકાર પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય યુગચન્દ્ર સૂરીશ્વરજી મ.તથા લાખણીના રત્ન મોરખીયા પરિવાર કુળદીપક પૂ.ગણિવર્યશ્રી હેમ શ્રમણ વિજયજી મહારાજ આદિઠાણાના પ્રવેશ દ્વારા પ્રારંભ થયો હતો.
સવારે સસ્વાગત પ્રવેશ બાદ પ્રવચનમાં 400થી વધુ ભાવિકો ઉમટ્યા હતા. જેમાં રૂ.150 નું સંઘપૂજન થયું હતું. બપોરે વીશસ્થાનક મહાપૂજન ભણાયું હતું. તા.૩-મે ના ભક્તામર પૂજન પ્રાચીન પ્રભુ દાદા આદિનાથ સમક્ષ ભણાયું હતું. અને મંગળવારે અખાત્રીજના પાવનપર્વે વર્ધમાન શક્રસ્તવ અભિષેક બાદ વર્ષીતપના આરાધકો મુક્તિભાઈ મોરખીયા તથા તેમના ધર્મપત્ની કંચનબેન મોરખીયાને ઇક્ષુરસથી પારણું કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણીના વતનીઓ ગામેગામથી ઉમટ્યા છે. જિનાલયમાં પ્રભુજીને સાચા સોના-ચાંદીના વરખથી અંગરચના પુષ્પ શણગાર કરાયા હતા. દેરાસર ઘીના દીવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું.આયોજન જાસુદબેન રાજમલભાઈ મોરખીયા પરિવાર દ્વારા કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.