વિવાદ:ડીસામાં બનાવેલા ગુજરાતના સૌથી વધુ લંબા ઓવરબ્રિજના લોકાર્પણ બાદ અંધારપટ છવાયો

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દર મહિને સાતથી આઠ લાખ રૂપિયા બિલ ભરવા સક્ષમ નથી

ડીસામાં બનાવવામાં આવેલ ઓવરબ્રિજ ઉપર અને નીચે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવેલી છે પરંતુ બિલ ભરવાને લઇ વિવાદ છેડાયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બિલ ભરવા માટે નગરપાલિકાને કહેતાં પાલિકાએ હાથ અધ્ધર કર્યા છે. ડીસા શહેરમાંથી ગુજરાતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો અને 107 સિન્ગલ પિલ્લર ધરાવતો એલિવેટેડ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે ઓવરબ્રિજ ઉપર અને નીચે મળી કુલ 700 થી વધુ હાઇ વોલ્ટેજની લાઇટો લગાવવામાં આવી છે.

ઓવરબ્રિજ તૈયાર થયા બાદ નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઈટનું બિલ ભરવા માટે ડીસા નગરપાલિકાને લેખિત જાણ કરવામાં આવી હતી. ઓવરબ્રિજના લોકાર્પણ બાદ પણ ઉપર અને નીચે અંધકાર છવાયેલો જોવા મળતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

જો કે, નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાની જવાબદારી ડીસા પાલિકાને સોંપી છે પરંતુ પાલિકાએ આર્થિક સ્થિતિ ધ્યાને રાખી સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાનો ઇનકાર કરતો પત્ર હાઇવે ઓથોરીટીને લખ્યો છે. ડીસા શહેરમાં લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટનું દર મહિને સાત થી આઠ લાખ રૂપિયા વિજ બિલ આવે છે. આ ઉપરાંત બોર સહિતનું વિજ બિલ 40 લાખ ઉપરાંત છે.તેમ મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...