તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:ડીસાના નાગફણા ગામમાં રૂ.31 લાખના ખર્ચે શિવમંદિરનું નિર્માણ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંગેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ડીસાના નાગફણા ગામના પૌરાણિક શિવ મંદિરમાં શ્રાવણના પવિત્ર માસ દરમિયાન શ્રી ગંગેશ્વર મહાદેવનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે યજ્ઞ, બીજા દિવસે શોભાયાત્રા અને ત્રીજા દિવસે પ્રતિષ્ઠા કરી હતી. જેમાં ભગવાન શિવ, પાર્વતી અને ગણેશજીની મૂર્તિઓની હવનના મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ બુધવારે હવનની શરૂઆત કરવામાં આવી હતી અને ગુરૂવારના રોજ ગામમાં ભવ્ય રથમાં ભગવાનની મૂર્તિઓને બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ ઉપરાંત શુક્રવારે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. સમગ્ર ગામના સહયોગથી શિવનું આરાસપાણથી રૂપિયા 31 લાખના ખર્ચે ભવ્ય મંદિર તૈયાર કર્યું હતું. સાથે સાથે ત્રણ દિવસ બધા જ ગામલોકો માટે ભોજનપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ અને ગામના આગેવાનો દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...