ફરિયાદ:ડીસાના દામા ગામે ભાઈએ ભાઈને માર મારતાં ફરિયાદ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના દામા ગામે મારે મંદિરમાં દીવા કરવા છે દૂર જાઓ તેવું કહેતા મોટા ભાઈઓએ નાના ભાઈને લાકડી અને ટોમી લઈને માર મારતા નાનાભાઈએ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દામા ઠાકોરવાસમાં રહેતા ગણપતજી ઠાકોર શનિવારે સવારે સાતેક વાગ્યાના સુમારે પોતાની કુળદેવીના મંદિરે દીવા કરવા ગયેલ ત્યારે તેમના કુટુંબના ભાઈઓ દીવા કરતા હતા જેથી ઘણીવાર થતા એ લોકો મંદિર આગળથી ઉભા થયેલ નહિ જેથી ગણપતજીએ કહ્યું તમે જો દીવા કરી રહયા હોય તો આધા ખસો મારે દીવા કરવા છે જેથી તરસંગજી ઠાકોર ઉશ્કેરાઈ જઈ કહેવા લાગેલ કે આ શું રોજ રોજના ડખા હોય છે

કોઈ દિવસ સરખી રીતે દીવા કરવા દેતા નથી અને દસરથજી પણ તે સમયે અપશબ્દો બોલવા લાગ્યા અને ત્રણેય જણ મંદિરથી જતા રહેલ અને કહેતા હતા કે આજે તો આ લોકોને છોડવા નથી રોજ રોજના ઝગડા કરે છે તેમ કહી જતા રહેલ ત્યારે ગણપતજી મંદિરમાં દીવા કરી નીકળતા હતા ત્યારે દસરથજી ટોમી, દિનેશ ઠાકોર લાકડી અને તરસંગજી તથા ગગાજી ઠાકોર પથ્થર લઈને આવેલ અને ઝપાઝપી કરવા લાગેલ અને કહેવા લાગ્યા કે આજે તો તને જીવતો જવા દેવો નથી.

અન્ય સમાચારો પણ છે...