ફરિયાદ:ડીસાના દશાનાવાસમાં પૈસાની લેવડ દેવડ મુદ્દે મારામારી,4 સામે ફરિયાદ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં તપાસનો ધમધમાટ

ડીસાના દશાનાવાસમાં પૈસાની લેવડ દેવડ મુદ્દે મારામારી થતાં 4 સામે ફરિયાદ નોંધાઈ હતી. પાલનપુરના સામઢી ગામે આવેલ નાઢાણીવાસ ખાતે રહેતા પ્રવિણસિંગ ઉદેસિંગ સોલંકી રવિવારે સવારે જુનાડીસા બસ સ્ટેન્ડ પર રિક્ષા લઇને ઉભા હતા તે દરમિયાન ધરપડા ગામના દિલીપજી ઠાકોર તથા સામઢી મોટાવાસના વિરમસિંગ રઘુસિંગ સોલંકીએ પ્રવિણસિંહ સોલંકી પાસે અમારે બહાર જવાનું તારી રિક્ષા અમોને આપ એવું કહ્યું હતું. જેથી પ્રવિણસિંહ સોલંકી આ બંને જણાને રિક્ષા આપી હતી.

ત્યારબાદ સાંજે સાડા છ એક વાગ્યે દશાનાવાસના પાટીયે જતા દિલીપજી ઠાકોર પ્રવિણસિંહ સોલંકીને કહેવા લાગેલા કે અમોને તું 14 હજાર રૂપિયા આપ અને તારી રિક્ષા લઈ જા તેવી વાત કરતાં પ્રવિણસિંહ સોલંકી કહેલ કે તને શાના રૂપિયા આપું તેમ કહેતા દિલીપજી અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી પ્રવિણસિંહ સોલંકી અપશબ્દો બોલવાની ના પાડતા વિરમસિંહ એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંનો ધોકો પ્રવિણસિંહના જમણા હાથ પર માર્યો હતો તેમજ તેમના બનેવીને પણ હાથ ઉપર ધોકો મારેલો પ્રવિણસિંહ સોલંકીનો માસીનો દીકરો ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા લોખંડની પાઇપ માથાના ભાગે મારી હતી. જેને લઇ પ્રવિણસિંહ ઉદેશીંગ સોલંકીએ તાલુકા પોલીસ મથકે દિલીપજી ઠાકોર (રહે.ધરપડા) તેમજ વિરમસિંગ રઘુસિંગ સોલંકી અને બીજા બે અન્ય માણસો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...