તપાસ:ડીસામાં કંપનીના લોગોનો ઉપયોગ કરી સિમેન્ટ વેચનાર સામે ફરિયાદ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આબેહૂબ બેગ બનાવી બીજો સિમેન્ટ ભરી વેચાણ કરતા હતા
  • કંપનીના​​​​​​​ મેનેજરે શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જે.કે.લક્ષ્મી કંપનીના વ્યાપાર ચિન્હનો કપટપૂર્વક ઉપયોગ કરી તેના જેવી જ સિમેન્ટની બેગ બનાવી વેચાણ કરનાર ડીસાના વેપારી સહિત અન્ય શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જે.કે.લક્ષ્મી કંપનીના વ્યાપાર ચિન્હનો કપટપૂર્વક ઉપયોગ કરી તેના જેવી જ સિમેન્ટની બેગ બનાવી વેચાણ કરવામાં આવી રહી છે. આ અંગેની જાણ કંપનીના નોર્થ ગુજરાતના મેનેજર મિલાપસિંહ ધર્મેન્દ્રસિંહ સોલંકીને થતાં તેઓએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ડીસાના અક્ષર સ્ટીલના કમલેશભાઈ પોપટીયા તેમજ જે.કે.લક્ષ્મી સિમેન્ટની બેગોમાં બીજી કંપનીનો ઉત્પાદિત સિમેન્ટ ભરતી સિમેન્ટ પેકર કંપનીના સંચાલક તથા તેના વેચાણ સાથે સંકળાયેલ અન્ય શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં કંપનીના વ્યાપાર ચિન્હની આબેહૂબ બેગ બનાવી તેમાં બીજી કંપનીનો ઉત્પાદિત સિમેન્ટ ભરી વેચાણ કરતા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. પોલીસે આ બાબતે ફરિયાદ આધારે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...