ફરિયાદ:ડીસાના બે પરિવારો વચ્ચે થયેલા જૂથ અથડામણમાં 3 સામે ફરિયાદ

ડીસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે પરિવારો સમાધાન માટે ભેગા થયા હતા

ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં થયેલી જૂથ અથડામણમાં 3 સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં રહેતા મહેશભાઇ વેરશીભાઈ રાવળનો ભત્રીજો તથા ગોવિંદભાઈ હરિભાઈ રાવળનો દીકરો લખોટી રમતા હોય સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે બાબતે મહેશભાઈના ભાભી રંજનબેન લક્ષ્મણભાઈ રાવળે અગાઉ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે બાબતે સમાધાનની વાત કરવા રવિવારે વેરશીભાઈ શીવાભાઈ રાવળ, ગણપતભાઇ શીવાભાઈ રાવળ વગેરે ભેગા થઈ રંજનબેનના ઘરે ગયા હતા અને સમાધાનની વાતચીત કરતા પહેલા અમારા વિરુદ્ધ કેમ ખોટી ફરિયાદ કરી અને અમને હેરાન કરેલ છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ હુમલો કરી ઈંટોના ટુકડા છુટા મારી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બાબતે મહેશભાઈ રાવળે, ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ગોવિંદભાઈ હરિભાઈ રાવળ, પ્રકાશભાઈ ગોવિંદભાઈ રાવળ અને મહેશભાઈ ગોવિંદભાઈ રાવલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...