તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કોલ્ડસ્ટોરેજ સંચાલકોએ ભાડામાં વધારો કરતાં ખેડૂતોમાં રોષ, નાયબ કલેક્ટરને રજૂઆત

ડીસા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતો કે સરકારના પ્રતિનિધિને જાણ કર્યા વગર ભાવ વધારો કર્યો હોવાનો આક્ષેપ

બટાકા નગરી ડીસા પંથકના ખેડૂતો છેલ્લા ચાર પાંચ વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યાં છે. ત્યારે ચાલુ વર્ષે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ ભાડામાં વધારો કરતાં ખેડૂતો આક્રમક બન્યાં છે. ભારતીય કિસાન સંઘ દ્વારા શુક્રવારે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

બનાસકાંઠામાં ડીસા અને તેની આજુબાજુના પંથકમાં સૌથી વધુ બટાકાની ખેતી થાય છે. બટાકા પર જ આ વિસ્તારના ખેડૂતો નિર્ભર છે. પરંતુ આ વર્ષે એકાએક કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બટાકા સંગ્રહ માટેના ભાવ વધારો કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ ખેડૂતો તેમજ કિસાન સંઘના હોદ્દેદારોએ ડીસાના નાયબ કલેકટરને ભાવ વધારો ત્વરિત પાછો ખેંચાય તેની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ખેડૂતોની માંગ છે કે આ ભાવ વધારાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે. જે પ્રકારે બટાકાના ભાવ ગગડ્યા છે તે જોતા જો ભાવ વધારો પણ અમલમાં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાના દિવસો આવે તેવી નોબત છે. ડીસામાં બે દિવસ અગાઉ બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં કોલ્ડસ્ટોરેજના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતોને બટાકાનો પોષણક્ષમ ભાવ નથી મળતો અને બીજી તરફ ભાડામાં વધારો થતાં ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

ભારતીય કિસાન સંઘના આગેવાન હિરાજી ગણેશાજી માળીએ જણાવ્યું કે "છેલ્લા ચાર-પાંચ વર્ષ થી બટાકાના સારા ભાવ ન મળતાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઇને આત્મહત્યા કરે તેવી પરીસ્થીતી માં કોલ્ડસ્ટોરેજ સંચાલકોએ પોતાની મનમાની ચલાવીને કોલ્ડસ્ટોરેજ ના ભાડામાં વધારો કરીને ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો