આક્ષેપ:ડીસા નગર પાલિકાના સીઓ ભાજપના સત્તાધીશોને ગાંઠતા નથી, પાલિકા બહાર બેસી બળાપો કાઢ્યો

ડીસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસર છેલ્લા કેટલાય સમયથી અનિયમિત છે: શિક્ષણ સમિતિ ચેરમેન

ભાજપ શાસિત ડીસા પાલિકામાં ભાજપના જ કોર્પોરેટરો અને વિવિધ સમિતિઓના ચેરમેનોએ ચીફ ઓફિસર તેઓને મળતાં ન હોવા અંગેનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મંગળવારે ડીસા નગરપાલિકા કચેરીમાં ભાજપના કોર્પોરેટરો તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનોએ ચીફ ઓફિસર હાજર ન હોવાથી બહાર કમ્પાઉન્ડમાં બેસી પોતાનો બળાપો કાઢ્યો હતો.

પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢે જણાવ્યું કે, પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી છેલ્લા કેટલાય સમયથી અનિયમિત છે. તેઓ વિવિધ બહાનાં હેઠળ પાલિકામાં આવતા નથી. જેથી પ્રજાના કોઈપણ કામો થતાં નથી તેઓ પાલિકાના સભ્યો ને પણ મળતા નથી. ભાજપના અનેક કોર્પોરેટરો નગરપાલિકામાં શહેરમાં ઈંડાની અને માસ મટનની લારીઓ અંગેની રજૂઆત કરવા એકત્ર થયા હતા પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાથી આ મુદ્દે કોઇ રજૂઆત થઇ શકી ન હતી .છેલ્લા ઘણા સમયથી પાલિકાના વિવિધ વિસ્તારો, સોસાયટીઓ, શેરીઓ, બજારોમાં સફાઈ કામ થતું નથી કે કચરો લેવાના વાહનો પણ આવતા ન હોઈ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.

કોઈ સભ્ય નું કામ અટકતું નથી: ચીફઓફિસર,
ડીસા પાલિકા સિવાય સરકારના પણ અનેક કામો હોવાથી વારંવાર મિટીંગમાં જવાનું હોઇ છે. આ ઉપરાંત આરટીઆઈ સહિતની બેઠકમાં પણ જિલ્લા તેમજ ગાંધીનગર જવું પડે છે પરંતુ ઓફિસમાં હાજર ન હોઈએ તો ફોન ઉપર પણ કામગીરી કરાય છે.> ઉપેન્દ્ર ગઢવી,ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...