તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ડીસામાં સેલટેક્ષ-ઇન્કમટેક્ષ છેતરપિંડી પ્રકરણ: અનેક નામ ખુલવાની શકયતા

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેટ ન ભરતી પેઢીને તંત્રએ નોટિસ ઇશ્યુ ન કરાતા તર્ક વિતર્ક

સેલટેક્ષ-ઇન્કમટેક્ષના ઓન લાઈન ચલણ કાઢી રૂ.3.46 કરોડની છેતરપીંડી પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, વેટ ન ભરતી પેટ્રોલિયમ પેઢીઓ સામે વિભાગ દ્વારા કેમ નોટીસ ઇશ્યુ ન કરાઇ તે અંગે સવાલ ઉભા થયા છે. ડીસા સહિત થરાદ અને રાહના પેટ્રોલ પંપના પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ભરવાનો થતો વેટ અને ઇન્કમ ટેક્સની રકમ ડીસાના જાણીતા ટેક્ષ કન્સલ્ટન્ટના એકાઉન્ટન્ટ સાગર હરેશભાઇ બનાવાલા દ્વારા ભરવામાં આવતી હતી. જોકે એકાઉન્ટન્ટ આ નાણાં જે તે પેટ્રોલપંપના વર્ચ્યુઅલ એકાઉન્ટમાંથી ઓનલાઈન ભરવાની જગ્યાએ માલિકો પાસેથી રોકડા મંગાવતો હતો.

જ્યારે પાંચેય પંપોના નાણાં પોતે ઓનલાઇન ભર્યા વગર સેલ્સટેક્સ વિભાગના ખોટા ચલણ બનાવી પેટ્રોલપંપના માલિકોને આ ચલણ ખરા તરીકે દર્શાવી આપી દેતો હતો. પરંતુ પાંચેય પેટ્રોલ પંપોના અત્યાર સુધીના નાણાંની આ રીતે ઉચાપત થઇ અને કચેરીમાં એક પણ રૂપિયો જમા થયો ન હોવા છતાં સેલ્સટેક્સ કચેરી દ્વારા પંપોને કોઈ પ્રકારની નોટીસ અપાઇ ન હોતી. જેથી એકાઉન્ટ સાગર બનાવાલા જે ખોટા ચલણ બનાવતો હતો તે અંગે સેલ્સટેક્સ કચેરીને જાણ હોવી જોઈએ અને કચેરીનો કોઈ કર્મચારી કે અધિકારી સંડોવાયેલ હોવો જોઈએ તેવી શંકા પેટ્રોલ પંપ માલિકોએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...