તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રૂરતા:ભાઇએ મૂકબધિર 12 વર્ષીય પિતરાઇ બહેન પર દુષ્કર્મ ગુજારી છરીથી ક્રૂરતાપૂર્વક ગળું કાપી 20 ફૂટ દૂર ફેંકી દીધું

ડીસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર
  • ડીસાથી બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામે અવાવરું જગ્યામાં લઈ જઇ હવસ સંતોષી,પાપ ઢાંકવા મારી નાખી
  • ડીસા હાઇવે પર પેટ્રોલપંપના સીસીટીવીમાં બાઇક પર લઈ જતાં દેખાતાં ઘરેથી જ દબોચી લીધો,નફ્ફટાઇપૂર્વક ગુનો કબૂલ્યો
  • શક્તિ સ્વરૂપ દેવી મા અંબાના ઘટ સ્થાપનના દિવસે જ 12 વર્ષીય મૂકબધિર બાળકી પર દુષ્કર્મ અને ગળું કાપી ક્રૂર હત્યા કરાઇ. મા અંબા આવા અસૂરોનો નાશ કરે...

ડીસાની માળી સમાજની 12 વર્ષીય કિશોરી પર 24 વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી છરીથી ગળું કાપી 20 ફૂટ દૂર ફેંકી દેવાની ઘટના સામે આવતાં આખા શહેરમાં સોંપો પડી ગયો હતો. આ વિકૃત યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, નરાધમનું આ પાપ ઝાઝો સમય છુપું રહી શક્યું ન હતું અને સીસીટીવીમાં બાઇક પર લઈ જતાં દેખાતાં પોલીસે શનિવારે બપોરે આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો.

ડીસાના શિવનગરમાં રહેતી 12 વર્ષીય મૂકબધિર કિશોરી શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ગુમ થતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયા અંગે જાણ કરાઇ હતી. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે મોડી રાત્રે હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં આ મૂકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો યુવક દેખાયો હતો. તો શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ 12 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનું ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં હડકંપ મચી ગયો હતો. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું 20 ફૂટ દૂરથી મળી આવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, મહિલા આયોગનાં સભ્ય રાજુલબેન દેસાઈ તેમજ માળી સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોઇ મજૂરો શનિવારે સવારે આઠ વાગે રસ્તે નીકળતા વચ્ચે આ કિશોરીનો મૃતદેહ માથા વગરનો જોયો હતો.

મૃતક અને આરોપી મામા-ફોઇના બાઇ-બહેન
ડીસાના શિવનગરમાં રહેતી નિર્ભયા (નામ બદલેલ છે) અને આરોપી નીતિન માળી સગા મામા-ફોઇનાં ભાઇ-બહેન હતાં. હત્યારાએ તમામ પ્રકારની હદ વટાવી સગા મામાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ પોતાનું પાપ છુપાવા તેની હત્યા કરી નાખતાં ચોતરફ ફિટકારની લાગણી વ્યાપી છે.

કમરની ડાબી બાજુએ ઇજાઓ છે
ડીસા સિવિલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરાયું છે. લાશ સડવાની પ્રક્રિયા ચાલુ થઈ નથી. હત્યા 24 કલાક પહેલાં થઈ હોવાનું અનુમાન લગાવી શકાય. વિશેરા લઈ ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરાઇ છે. કમરના ભાગે ડાબી બાજુએ ઇજા મળી છે.

તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોઇ મજૂરો શનિવારે સવારે આઠ વાગે રસ્તે નીકળતા વચ્ચે આ કિશોરીનો મૃતદેહ માથા વગરનો જોયો હતો. જેની તાત્કાલિક જાણ ગામના ડેપ્યુટી સરપંચ અંદરસિંહ વાઘેલાને કરી હતી. જેમણે બાદમાં પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવી હતી.

નરાધમ શખ્સે અગાઉ કિશોરીની બહેનનો પણ હાથ પકડ્યો હતો
આરોપી પાસે પહેલેથી જ લાંબી છરી હોવી જોઇએ. ઘટના બાદ તે સીધો ઘરે જ ગયો હતો. પોલીસે કબજે લીધેલા કપડાં પર લોહીના ડાઘ જોવા મળ્યા છે. સ્થળેથી મળેલા ગ્લાસ ઉપર પણ ફિંગરપ્રિન્ટ જોવા મળી છે. પૂછપરછમાં આરોપીએ અગાઉ પણ મૃતકની બહેનનો હાથ પકડ્યો હતો. તરુણ દુગ્ગલ, એસપી

આરોપી નું નામ
નીતિન કિશોરભાઇ માળી (24) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, ડિમ્પલ ટોકીઝ પાછળ, ડીસા

રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તિક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી : કૌશલ ઓઝા, ડીવાયએસપી, ડીસા
12 વર્ષીય કિશોરીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઇ છે, પ્રાથમિક પૂછપરછમાં નીતિન કિશોર માળી (24)એ કબૂલાત કરી છે કે કિશોરીનો રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તીક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી છે.
એસપીને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી છે. ડૉ. રાજુલબેન દેસાઇ, રાષ્ટ્રીય મહિલા આયોગનાં સભ્ય
"આ સમાજ માટે નિંદનીય ઘટના છે. પરિવારને સાંત્વના આપી છે. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાથે ટેલીફોનિક વાત કરી ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

ડીસામાં આરોપી ચક્કર આવવાના ઢોંગ કરતો નજરે પડયો
ડીસામાં મામાની દીકરીની હત્યા કરનારા હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. હત્યારાને ઉત્તર પોલીસ મથકે લવાતાં અલમસ્ત આરોપી ચક્કર આવવાના ઢોંગ કરતો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો