આવેદન:ભાજપ સરકારે ખાતરનો ભાવ વધારી ખેડૂતોની કમર તોડી નાખી છે : આપ

ડીસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદન

કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી અચાનક જ ખાતરનો ભાવ વધારી દેતાં ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. બુધવારે આમ આદમી પાર્ટી ડીસા દ્વારા ખાતરનો ભાવ ઘટાડવા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા 7 એપ્રિલ-2021ના ખાતરના ભાવમાં 50 ટકાથી 60 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેમાં ડીએપી ખાતરના 1200 રૂપિયાથી વધારીને 1900 રૂપિયા, એનપીકે ખાતર 1185 રૂપિયા વધારીને 1800 રૂપિયા, એએસપી ખાતરના 975 રૂપિયાથી વધારીને 1350 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો પરંતુ ભાવ વધારાનો ખેડૂતો, ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરતાં 9 એપ્રિલ રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવ વધારોનો બોજો ખેડુતો પર નહી પડવા દેવાય અને સરકાર દ્વારા સબસિડીની રકમ વધારીને સરભર કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી ભાવોમાં વધારો કરતાં ખેડુતોની કમર તોડી નાખી છે. જેથી આમ આદમી પાર્ટી ડીસા દ્વારા વિરોધ કરી બુધવારે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સરકાર દ્વારા નિર્ણય નહીં લેવાય તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...