તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જૂનાડીસા નજીક જીપડાલાની ટક્કરથી બાઈકસવારનું મોત

ડીસા-આસેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક ચાલકને ટક્કર મારી જીપડાલાનો ચાલક ફરાર

જૂનાડીસાના વાસણા ગામનો યુવક શનિવારે ડીસા તરફ આવી રહ્યો હતો ત્યારે સતરા દરગાહ નજીક જીપડાલાના ચાલકે બાઇક સવાર યુવકને પાછળથી ટક્કર મારતાં યુવક રોડ ઉપર પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોત નિપજ્યું હતું.

વાસણા ગામનો યુવક મુકેશ મગતાજી ઠાકોર શનિવારે બપોરે ડીસા તરફ જઇ રહ્યો હતો. ત્યારે ડીસા-પાટણ હાઇવે ઉપર જુનાડીસા ગામે સતરા દરગાહ નજીક જીપડાલાના ચાલકે બાઇક સવાર મુકેશને પાછળથી ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. ટકકર મારી ડાલા ચાલક ફરાર થઇ ગયો હતો. 108 માં ઈજાગ્રસ્ત મુકેશને ડીસા સિવિલ ખસેડાયો હતો. ત્યારે સારવાર દરમિયાન જ મુકેશ ઠાકોરનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...