તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જુનાડીસા પાસે બાઇક સ્લીપ ખાતાં બાઇકચાલકનું મોત, એકને ઇજા

આસેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક ચાલકે એકાએક કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાઈ ગયું

જુનાડીસા નજીક શનિવારે અચાનક બાઇક સ્લીપ ખાતા બે યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમને 108માં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવક સારવાર હેઠળ છે.આ બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. ડીસા તાલુકાના આસેડા ગામનો યુવક અનિલ બેચરાજી પ્રજાપતિ અને જુનાડીસા વાસણાનો યુવક મહેન્દ્રભાઈ અશોકભાઈ પ્રજાપતિ શનિવારે જુનાડીસા-વાસણાથી ડીસા તરફ જઈ રહ્યા હતા.

ત્યારે ડીસા-પાટણ હાઈવે ઉપર જુનાડીસા વચ્ચે બાઇક ચાલકે અચાનક બાઇકના સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ ખાઇ જતાં બંને યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. ઇજાગ્રસ્તોને 108 માં ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અનિલ બેચરાજી પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇ સમગ્રપંથકમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...