સહાય:ડીસામાં કર્મકાંડ કરતા ભૂદેવોએ ધારાસભ્ય અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન દરમિયાન લગ્નસરા ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમો રદ થતા બાહ્મણોના ધંધા-રોજગાર બંધ થઇ જતા તેમની હાલત કફોડી બની છે.હાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇ મંદિરો પણ બંધ રહેતા જિલ્લાના કર્મકાંડી બાહ્મણો અને પૂજારીઓને સરકાર દ્વારા રાહત પેકેજ તેમજ સરકારી ગાઇડલાઇનનું પાલન કરી મંદિરો ખોલવાની મંજૂરી આપવાની માંગ કરાઈ હતી. શાસ્ત્રી હિરેનકુમાર તેમજ સમગ્ર જિલ્લાના કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓએ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉપરાંત પ્રાંત અધિકારીને બુધવારે આવેદનપત્ર આપી પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...