તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન અરજી ફગાવી:ડીસામાં સીએની પત્ની હત્યાકેસમાં બંને આરોપીના જામીન નામંજૂર

ડીસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
લલિતનો પત્ની સાથેનો ફાઈલ ફોટો. - Divya Bhaskar
લલિતનો પત્ની સાથેનો ફાઈલ ફોટો.
  • દિયોદર કોર્ટે પતિ લલિત ટાંક અને મહેશ માળીની જામીન અરજી ફગાવી

ડીસામાં વીમા માટે સીએની પત્નીની હત્યા કેસમાં જેલ ભોગવી રહેલા લલિત ગણપતજી ટાંક અને મહેશ માળીએ દિયોદર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા કોર્ટે અરજી ફગાવી જામીન નામંજૂર કર્યા હતા.

ડીસાથી ગેળા હનુમાનજીના દર્શન કરવા સીએ લલિત ગણપતજી ટાંક અને તેમની પત્ની દક્ષાબેન બંને જઈ રહ્યા હતા. તે દરમિયાન મહેશ વીરાજી માળીએ ગાડીને ટક્કર મારી દક્ષાબેનની હત્યા કરી નાખી હતી. જેમાં પોલીસે સીએ લલિત ટાંકની પૂછપરછ કરતાં તેણે વીમા માટે સોપારી આપી હત્યા કરાઈ હોવાની કબૂલાત કરી હતી. જેમાં મહેશ વીરાજી માળીએ ગાડીથી ટક્કર મારી હોવાનું અને કીર્તિ કાનાજી સાંખલાએ સમગ્ર હત્યાને અંજામ આપવા માટે સોપારી લીધી હોવાનું તપાસમાં ખુલ્યા બાદ પોલીસે સીએ લલિત ગણપતજી ટાંક અને મહેશ વીરાજી માળીની પણ થોડા દિવસો બાદ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. હત્યા કરાવનાર મુખ્ય સૂત્રધાર કીર્તિ કાનાજી સાંખલા ફરાર છે.

પોલીસે ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ દિયોદર સેશન કોર્ટમાં આરોપી લલિત ગણપતજી ટાંક અને મહેશ વીરાજી માળીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને ત્યારે આરોપીના વકીલ તરફથી દલીલો બાદ જામીન અરજી સામે વાંધો દક્ષાબેનના પિતા ઈશ્વરજી માળીએ વકીલ દિલીપ જે. ભાટીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકારી વકીલ ડી.વી.ઠાકોરએ પોલીસે રજુ કરેલ ચાર્જશીટના પુરાવા જોઈ અને જસ્ટિસ કે.એસ.હિરપરા સમક્ષ રજૂ કરી હતી.કોર્ટે પુરાવાઓના આધારે સીએ લલીત ગણપતજી ટાંક અને મહેશ વિરાજી માળીના જામીન ના મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...