મદદ:અસંગઠિત શ્રમિકોને બે લાખ સુધીની સહાય

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા APMCમાં ઇ-શ્રમ કાર્ડ અંગે માહિતી અપાઈ

કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત શ્રમિકોને ઈ-શ્રમ યોજના હેઠળ આવરી લઈને આકસ્મિક મૃત્યુ તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા બે લાખની સહાય મળે તે માટે ડીસા માર્કેટયાર્ડ ખાતે ઈ-શ્રમ કાર્ડ અંગે માર્ગદર્શન અપાયું હતું. સરકાર દ્વારા બાંધકામ, ખેતી, મનરેગા, માછીમારી, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર, ફેરિયાઓ, ઘરેલું કામદાર, રિક્ષા ડ્રાઇવર, દૂધ મંડળીના સભ્યો જેવા અન્ય અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે સરકાર દ્વારા ઈ-શ્રમ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેથી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા "ઈ-શ્રમ" યોજના અંતર્ગત લાભાર્થીને આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાની કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા બે લાખ અને આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા એક લાખની સહાયનો લાભ મળવાપાત્ર છે.

આથી ડીસા માર્કેટયાર્ડમાં કામ કરતા શ્રમિકો પણ આ યોજનામાં જોડાય તે માટે બુધવારે મદદનીશ સરકારી શ્રમ અધિકારી આર.કે.પટેલના અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ ઈ-શ્રમ કાર્ડની જાણકારી તેમજ તેના લાભ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી સેક્રેટરી એ.એન.જોષી સહિત સ્ટાફ મિત્રોએ સહયોગ પુરો પાડ્યો હતો. જયારે શિબિરનું સંચાલન હસમુખભાઈ બારોટએ કર્યું હતું. આ પ્રસંગે ઈન્સપેકટર દિનેશભાઈ ત્રિવેદી, સુમિત મેવાડા, દિનેશ રાણા સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...