સહાય:ડીસા માર્કેટયાર્ડ દ્વારા સહાયના ચેક અર્પણ, એક-એક લાખની સહાય મંજૂર કરવામાં આવી

ડીસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ તેમજ સંચાલક મંડળ દ્વારા તાલુકાના જુદા જુદા અકસ્માતમાં મૃત્યુ પામનાર 10 જેટલાં મૃતકોના વારસદારોને રૂપિયા એક-એક લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. આથી બુધવારે માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીના હસ્તે તેમજ લાખણી માર્કેટયાર્ડના સેક્રેટરી દલપતસિંહ દરબાર અને ડીસા માર્કેટયાર્ડના ઇન્સપેક્ટર પરબતજી વાઘણીયાની ઉપસ્થિતિમાં વેલુનગર ખાતે રહેતા કાનજીભાઈ રામજીભાઈ પ્રજાપતિના વારસદાર ચેતનાબેનને રૂપિયા એક લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...