તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ડીસામાં લીલાશાહનગરમાં મૃત ગાયને સળગાવી દેતા અરેરાટી

ડીસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીસા ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી

ડીસાના લીલાશાહ નગર ખાતે બે દિવસ અગાઉ મરેલી ગાયને શનિવારે કોઈ શખ્સો દ્વારા કેરોસીન છાંટી સળગાવી દેતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગેની જાણ ડીસા ઉત્તર પોલીસને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગાયને સળગાવનાર અજાણ્યા શખ્સને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ડીસાના લીલાસા નગર વિસ્તારમાં બે દિવસ પહેલા એક ગાયનું મોત નિપજયું હતું. આ ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક ડીસા નગરપાલિકામાં જાણ કરી હતી. પરંતુ બે દિવસ સુધી પાલિકા દ્વારા ગાયના મૃતદેહને ત્યાંથી હટાવવામાં આવ્યો નહોતો.

સતત બીજા દિવસ સુધી આ મૃતદેહ ત્યાં પડ્યો રહ્યો હતો. ત્યારે શનિવારે વહેલી સવારના કોઈ શખ્સોએ ગાયના આ મૃતદેહને સળગાવી દેવાની ઘટના સામે આવતા આ વિસ્તારમાં મામલો ગરમાયો હતો. અને સ્થાનિકોએ આ બાબતે ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ગાયના મૃતદેહને ઘટના સ્થળ પરથી ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો